વિષય : સરકારી વિભાગો માં ફરિયાદો/અરજીઓ પર કાર્યવાહી કેવ્ચી રીતે કરાવી શકાય :
અવાર નવાર બનતું હોય છે કે તમે જુદા જુદા સરકારી વિભાગો માં પોતાના કામો ની અરજ કરવા માટે અરજીઓ આપતા હો છો અથવા નાની મોટી ફરિયાદો ના અનુસંધાને લેખિત માં ફરિયાદો આપતા હો છો, પરંતુ વર્ષો ના વર્ષો વીતી જાય છે પર્ણ તમારી અરજી/ફરિયાદ ના સંદર્ભે કોઈ પણ કાર્યવાહી થતી નથી. આપને જયારે અધિકારી ને પૂછીએ તો તે થશે ,થઇ જશે ,તપાસ ચાલુ છે, કરાવું ચુ જેવા ઉડાઉ જવાબો આપે છે. તો આવા કિસ્સા માં શું કાયદાકીય પ્રક્રિયા કરી શકાય ?
દેશ માં ભ્રષ્ટાચાર ને ઓછુ કરવામાટે ૨૦૦૫ ની સાલ માં માહિતી અધિનિયમ અમલ માં મુકવામાં આવેલ જેના અંતર્ગત દેશ ના દરેક લોકો ને સરકારી ગતિવિધિ , કામકાજ ની માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે અંતર્ગત તમે સરકારી વિભાગ માં ૨૦ રૂપિયા ની કોર્ટ ફી ની ટીકીટ સાથે એક અરજી કરી તમારી ફરિયાદ ની વર્તમાન સ્થિતિ અને તેના પર થયેલ કાર્યવાહી અંગે ની માહિતી ફક્ત ૩૦ દિવસ માં જ મેળવી શકો છો.
Comments
Post a Comment