વિષય : RTI ની અરજી કેવી રીતે થઇ શકે ?

દેશ માં કોઈ પણ સામાન્ય માણસ કોઈ પણ સરકારી વિભાગ માં સરકારી કામ અંગે ની માહિતી મેળવવા અધિકાર ધરાવે છે, આ અધિકાર દેશ ના દરેક સામાન્ય માણસ ને માહિતી અધિનિયમ ૨૦૦૫ આપે છે. દેશ માં ભ્રષ્ટાચાર ને ઓછુ કરવા તેમજ પારદર્શક વહીવટ થાય તે માટે દેશ ના દરેક વ્યક્તિ આ અધિનિયમ થી વાકેફ થાય તે જરૂરી છે.
દેશ નો દરેક વ્યકતી દેશ ના કોઈ પણ સરકારી વિભાગ , અર્ધ સરકારી વિભાગ, તથા સરકારી નાણા પ્રાપ્ત કરતી કોઈ પણ સંસ્થા કે વિભાગ પાસે થી માહિતી મેળવી શકે છે.
rti કરવા માટે કોઈ ચોક્કસ ફોરમેટ નથી હોતું પરંતુ નીચે રજુ કરેલ અરજી મુજબ અરજી કરી શકાય છે . આ અરજી સાથે ગુજરાત રાજ્ય માટે ૨૦રૂ ની ટીકીટ સાથે જોડવી જરૂરી છે. તેમજ કેન્દ્ર ના વિભાગ હોય તો ૧૦ રૂ.
જો કોઈ વ્યક્તિ bpl કેટેગરી ના હોય અને માહિતી મેળવવા માંગે તો તેને કોઈ પણ ફી ભરવાની રહેતી નથી તેમજ માહિતી મેળવતી વખતે પણ વિના મુલ્યે માહિતી મળે છે. (અરજી સાથે કાર્ડ રજુ કરવું આવશ્યક છે.)
વધુ માહિતી માટે સંપર્ક કરો : ૯૧૭૩૧૩૬૬૭૧

Comments

Popular posts from this blog