Posts

Showing posts from November, 2021
Image
  વિષય : RTI ની અરજી કેવી રીતે થઇ શકે ? દેશ માં કોઈ પણ સામાન્ય માણસ કોઈ પણ સરકારી વિભાગ માં સરકારી કામ અંગે ની માહિતી મેળવવા અધિકાર ધરાવે છે, આ અધિકાર દેશ ના દરેક સામાન્ય માણસ ને માહિતી અધિનિયમ ૨૦૦૫ આપે છે. દેશ માં ભ્રષ્ટાચાર ને ઓછુ કરવા તેમજ પારદર્શક વહીવટ થાય તે માટે દેશ ના દરેક વ્યક્તિ આ અધિનિયમ થી વાકેફ થાય તે જરૂરી છે. દેશ નો દરેક વ્યકતી દેશ ના કોઈ પણ સરકારી વિભાગ , અર્ધ સરકારી વિભાગ, તથા સરકારી નાણા પ્રાપ્ત કરતી કોઈ પણ સંસ્થા કે વિભાગ પાસે થી માહિતી મેળવી શકે છે. rti કરવા માટે કોઈ ચોક્કસ ફોરમેટ નથી હોતું પરંતુ નીચે રજુ કરેલ અરજી મુજબ અરજી કરી શકાય છે . આ અરજી સાથે ગુજરાત રાજ્ય માટે ૨૦રૂ ની ટીકીટ સાથે જોડવી જરૂરી છે. તેમજ કેન્દ્ર ના વિભાગ હોય તો ૧૦ રૂ. જો કોઈ વ્યક્તિ bpl કેટેગરી ના હોય અને માહિતી મેળવવા માંગે તો તેને કોઈ પણ ફી ભરવાની રહેતી નથી તેમજ માહિતી મેળવતી વખતે પણ વિના મુલ્યે માહિતી મળે છે. (અરજી સાથે કાર્ડ રજુ કરવું આવશ્યક છે.) વધુ માહિતી માટે સંપર્ક કરો : ૯૧૭૩૧૩૬૬૭૧
Image
  વિષય : સરકારી વિભાગો માં ફરિયાદો/અરજીઓ પર કાર્યવાહી કેવ્ચી રીતે કરાવી શકાય : અવાર નવાર બનતું હોય છે કે તમે જુદા જુદા સરકારી વિભાગો માં પોતાના કામો ની અરજ કરવા માટે અરજીઓ આપતા હો છો અથવા નાની મોટી ફરિયાદો ના અનુસંધાને લેખિત માં ફરિયાદો આપતા હો છો, પરંતુ વર્ષો ના વર્ષો વીતી જાય છે પર્ણ તમારી અરજી/ફરિયાદ ના સંદર્ભે કોઈ પણ કાર્યવાહી થતી નથી. આપને જયારે અધિકારી ને પૂછીએ તો તે થશે ,થઇ જશે ,તપાસ ચાલુ છે, કરાવું ચુ જેવા ઉડાઉ જવાબો આપે છે. તો આવા કિસ્સા માં શું કાયદાકીય પ્રક્રિયા કરી શકાય ? દેશ માં ભ્રષ્ટાચાર ને ઓછુ કરવામાટે ૨૦૦૫ ની સાલ માં માહિતી અધિનિયમ અમલ માં મુકવામાં આવેલ જેના અંતર્ગત દેશ ના દરેક લોકો ને સરકારી ગતિવિધિ , કામકાજ ની માહિતી મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે અંતર્ગત તમે સરકારી વિભાગ માં ૨૦ રૂપિયા ની કોર્ટ ફી ની ટીકીટ સાથે એક અરજી કરી તમારી ફરિયાદ ની વર્તમાન સ્થિતિ અને તેના પર થયેલ કાર્યવાહી અંગે ની માહિતી ફક્ત ૩૦ દિવસ માં જ મેળવી શકો છો. આરટીઆઈ નું ફોરમેટ નીચે મુજબ છે. કોઈ પણ પ્રકાર ની કાયદાકીય માહિતી માટે સંપર્ક કરી શકો છો : ૯૧૭૩૧૩૬૬૭૧